તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
એસ.ટી.નિગમમાં ૨૩૨૦ અને પાણી પુરવઠા વિભાગમાં ૧૪૪ કર્મચારીઓને નિમણૂક પત્રો અપાયા

અમદાવાદઃ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગઈ કાલે એસ.ટી. નિગમમાં ૨૩૨૦ નવનિયુક્ત કંડક્ટર જેમાં ૭૬૩ મહીલા કંડકટર અને પાણી પુરવઠા વિભાગમાં પસંદગી પામેલા ૧૪૪ ઇજનેરો/કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજય મંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વે રીટાબેન પટેલ, અલ્પેશભાઇ ઠાકોર, જયંતીભાઈ પટેલ, બલરાજસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શાહમિના હુસેન, પાણી પુરવઠા વિભાગ અને એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, એસ.ટી. કર્મચારી મહામંડળ સંઘ, એસ.ટી.મજૂર મહામંડળ સંઘ, એસ.ટી. વર્કશોપ મહામંડળ સંઘના હોદ્દેદારો, નિમણૂક પામનાર અધિકારીઓ-કર્મચારીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
