તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદની આગાહી: નવસારી.વલસાડ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં માં મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો તો અનેક શહેરોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ અને બોટાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
