<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું ૪૧.૫૬% પરીણામ

સમગ્ર ગુજરાતમાં ૧૬,૭૮૯ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી તેમાંથી ૬૯૭૮ ઉર્તીણઃ વેબસાઇટ પર પરીણામ જાહેર

રાજકોટ તા.૧૨: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરીણામ વેબસાઇટ પર જાહેર થયુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું ૪૧.૫૬ ટકા પરીણામ જાહેર થયું છે.

ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરીણામમાં એ ગ્રુપનું ૪૫.૬૧ ટકા, બી ગ્રુપનું ૩૭.૦૪ ટકા અને એબી ગ્રુપનું ૨૮.૫૭ ટકા પરીણામ આવ્‍યું છે.

એચ.એચ.સી. પરીક્ષા જુન-જુલાઇ (પુરક) ૨૦૨૫ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષા રાજયના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી. જેમાં ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ની પરીક્ષામાં અનુતીર્ણ હોય તે પૈકી જુન-જુલાઇ (પૂરક) ૨૦૨૫ પરીક્ષા માટે ૧૯,૨૫૧ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા. નોંધાયેલ પરીક્ષાર્થીઓ માંથી ૧૬,૭૮૯ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, જે પૈકી ૬,૯૭૮ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ જુન-જુલાઇ (પૂરક) ૨૦૨૫ પરીક્ષાનું સમગ્ર રાજયનું પરિણામ ૪૧.૫૬ ટકા આવેલ છે

(12:28 PM IST)