<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

આગામી 72 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 72 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 જુલાઈ સુધી સતત વરસાદની શક્યતા છે. તેમજ 13થી 18 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 થી 330 જુલાઈ વચ્ચે સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

 

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા મળશે. જે બાદ મેઘરાજા સૌરાષ્ટ્રને પણ ધમરોળી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 12 જુલાઇથી 16 જુલાઇ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

 

 

(1:56 PM IST)