તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
સુરતના તરસાડી વિસ્તારમાં જુગારધામ પર દરોડા : ભાજપ ઉ.પ્રમુખ સહિત 9 જુગારીયાઓ ઝડપાયા.
કુંવરદાથી કીમ જવાનાં માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પતરાના સેડમાં જૂગારધામ પર દરોડા: આરોપીઓ પાસેથી 2.32 લાખ રોકડા, 10 મોબાઈલ મળી 6 લાખથી વધુનો મુદામાલ કબ્જે

સુરતના તરસાડી વિસ્તારમાંથી કોસંબા પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. આ જુગારધામમાં તરસાડી નગર ભાજપ ઉ.પ્રમુખ સહિત 9 જુગારીયાઓ ઝડપાયા છે.
કોસંબા પોલીસે બાતમીના આધારે કુંવરદાથી કીમ જવાનાં માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પતરાના સેડમાં ધમધમાતા જૂગારધામ પર દરોડા પાડ્યા હતા. જેમાં તરસાડી નગર ભાજપના ઉ.પ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે કોસંબા પોલીસે 9 જુગારીને લાખોના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસના હાથે ઝડપાયેલા 9 પૈકી બે ભાજપના હોદ્દેદારો અને એક ઘી કોસંબા મર્કનટાઇન કો.ઓપરેટિવ બેંકનો ડિરેક્ટર સંજય પરમાર, તરસાડી નગર સંગઠનનો ઉપપ્રમુખ, જયારે દિગ્વિજય અટોદરિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રનો સંયોજક, જયારે મહેન્દ્ર રામાણી ઘી કોસંબા મર્કનટાઇન કો.ઓપરેટીવ બેંકનો ડિરેક્ટર હોવાનું બહાર આવ્યું છે. હાલતો પોલીસે આરોપીઓ પાસેથી 2.32 લાખ રોકડા, 10 મોબાઈલ મળી 6 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. ભાજપના હોદેદારો જુગાર રમતા ઝડપાયાની વાત વાયુવેગે ફેલાતા ચક્ચાર મચી જવા પામી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
