<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 48.14 ટકા વરસાદ નોંધાયો: રાજ્યના 206 ડેમમાં સરેરાશ 57.24% જળસંગ્રહ થયો.

નર્મદા ડેમમાં 49.89% ટકા જળસંગ્રહ : 25 એવા ડેમ છે જે 100% ભરાયેલા: 53 ડેમ 70%થી 100% જળસંગ્રહ : 45 ડેમ 50%થી 70%, 40 ડેમ 25%થી 50% જળસંગ્રહ

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેમ તેમ વરસાદ પણ જામી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અને અવિરત ચાલું પણ છે. આ ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની ધારણા વચ્ચે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 48.14 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 206 ડેમમાં સરેરાશ 57.24% જળસંગ્રહ થયો છે. 

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 49.89% ટકા જળસંગ્રહ છે. 25 એવા ડેમ છે જે 100% ભરાયેલા છે. 53 ડેમ 70%થી 100%, 45 ડેમ 50%થી 70%, 40 ડેમ 25%થી 50% જળસંગ્રહ છે. 

રાજ્યના 10 અસરગ્રસ્ત જિલ્લામાં 4 હજાર 278 અસરગગ્રસ્તોનું સ્થળાંતર યથાવત છે, જ્યારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારથી 685 અસરગ્રસ્તોને બચાવી લેવાયા છે.

રાજ્યમાં વરસાદને કારણે 7 વીજ ફીડરને નુકસાન થયું છે. જ્યારે 27 જેટલા વીજપોલને નુકસાન થયું છે અને 2 વીજ ટ્રાન્સફોર્મ બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે 2 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 41 પંચાયતના રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને 1 નેશનલ હાઈવે (છોટાઉદેપુર) પણ બંધ કરવામાં આવ્યો છે.

(7:19 PM IST)