<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો

હિંમતનગર, દેરોલ, નવાનગર, કૃષ્ણનગર, સહિતના પંથકમાં વરસાદ વરસ્યો : છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ શરૂ

સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હિંમતનગર વિજાપુર રોડ પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. 

  હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને પગલે હિંમતનગર, દેરોલ, નવાનગર, કૃષ્ણનગર, સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ શરૂ થયો છે. અવિરત વરસાદને પગલે ખેડૂતો ચિંતિત થઈ રહ્યાં છે.

(8:03 PM IST)