તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
લુણાવાડામાં સાવલી ગ્રામ પંચાયતના ગ્રામ સેવકને ACBએ 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો
આવાસ યોજના સાથે સંકળાયેલ કાર્ય કરતી વખતે લાંચ રૂ. 10,000ની લાંચ લેવાનો પ્રયાસ કર્યો

મહિસાગર જિલ્લામાં એન્ટી-કરપ્શન બ્યૂરો (ACB)ને એક મોટી સફળતા મળી છે. લુણાવાડા તાલુકાની સાવલી ગ્રામ પંચાયતમાં એક ગ્રામ સેવકે આવાસ યોજના સાથે સંકળાયેલ કાર્ય કરતી વખતે લાંચ રૂ. 10,000ની લાંચ લેવાનો પ્રયાસ કર્યો, જેને ACBએ ઝડપી લીધો છે.
ગ્રામ સેવકે એક લાભાર્થી પાસેથી આવાસ યોજનામાં ઉઘરાણું કરવા માટે રૂ. 10,000ની લાંચની માંગ કરી હતી. લાભાર્થીએ ACBને જાણકારી આપી હતી. જાણકારી મળતાં જ એન્ટી-કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ તત્કાલ કાર્યવાહી શરૂ કરી અને ગ્રામ સેવકને લાંચ લેતા પકડી લીધો છે.લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ બનાવ વિશે પીસીએક્ટ (ભ્રષ્ટાચાર નિયંત્રણ કાયદો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
