તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
નેતા અજય લોરિયાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે આક્રોશ ઠાલળ્યો
જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ કહ્યું મેં તો પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે, મારો નથી

અમદાવાદઃ મોરબીના ધારાસભ્યના વિરોધમાં ભાજપના નેતા અને સ્થાનિકો આવ્યા હતા. ભાજપ નેતા અજય લોરિયાએ કાંતિ અમૃતિયાને આડે હાથ લીધા હતા. મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની ભયંકર સ્થિતિને લઈ ભાજપના નેતા અને સ્થાનિકોએ ધારાસભ્ય સામે આક્રોશ ઠાલવ્યો હતો.
જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ જણાવ્યું હતું કે, મે તો પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે. મારો નથી. પાંચ દિવસથી વરસાદ અને પાણીનો જે પ્રશ્ન હતો. અને પબ્લીક વચ્ચે કોઈ જાય એમ ન હતું. ત્યારે અજય લોરિયા ખુલ્લી છાતીએ ગયો હતો. માતા-બહેન દિકરીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગયો અને મે જવાબદારી લીધી બે દિવસમા રસ્તાનું કામ પુરુ થઈ જશે. એમણે તો મને 60 દિવસ આપ્યા હતા. મે બે દિવસમાં મહાનગર પાલિકાના સપોર્ટથી કામ પુરૂ કરી લીધું. પણ માથે રહેવું, રોલ દેવો, સ્વખર્ચે તો પાંચ દિવસ પછી આવી વીડિયો ઉતારીને દાતારીની કોઈ જરૂર નથી. તો તમે પ્રજાની વચ્ચે રહોને.
મોરબીના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમે અહીંયા નાનપણથી જોતા આવીએ છીએ. લાટી પ્લોટમાં નથી કે ડામરનો રોડ, કે નથી સિમેન્ટનો રોડ, આજે પાંચ દિવસથી વરસાદ નથી. એટલે હાલ પરિસ્થિતિ સારી છે. નહી તો અહીંયા ક્રેન આવે તો તે પણ ખૂંપી જાય છે. કોઈ પણ વાહન આવે એ બધા ય અંદર ઘૂસી જતા હતા.સ્વખર્ચે બધાય રીપેર કરાવે છે. તેમજ માલની હેરફેર થાય. તેમજ ધંધો ચાલુ રહે. નહી તો ધંધો જ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ હતી.
અત્યારે જ સોસાયટીઓ છે પૈસાવાળા બધા લોકો રહે છે. મોટી મોટી ત્યાં બધા રોડ થઈ ગયા છે. પણ લાટી પ્લોટમાં એકપણ રોડ થયો નથી. અને રોડ થયા છે તો એકપણ લેવલ વગરના જેથી વરસાદી પાણીનો નિકાલ પણ થઈ શકતો નથી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
