તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું, ઉમેટા બ્રિજ રીપેરીંગ માટે વર્ક ઓર્ડર અપાયો
બ્રીજના સળીયા સહિતની ક્ષતિઓ જણાતા બ્રજી કન્સ્લ્ટન્ટના સૂચન અનુસાર રીપેરીંગનો નિર્ણય લેવાયો

વડોદરાઃ વડોદરા જિલ્લાના ઉમેટા વિસ્તારમાં આવેલ પુલમાં ક્ષતિઓના આધારે રિપેરીંગ માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. ઉમેટા બ્રીજના પેરાપેટ અને પીયર કેપમાં ખુલ્લા સળીયા સહિતની ક્ષતિઓ જણાતા, બ્રીજ કન્સલ્ટન્ટના સૂચન અનુસાર રિપેરીંગનો નિર્ણય લેવાયો છે.
બ્રિજના રિપેરીંગ કાર્ય માટે ઈજારદારને વર્ક ઓર્ડર અપાયો છે. આ કામગીરીમાં પેરાપેટ મરામત, રસ્ટ રીમૂવલ અને સ્ટીલ પ્રોટેકશન, માઇક્રો કોંક્રીટથી રિપેરિંગ અને W-Beam Crash Barrier જેવી તકનિકી કામગીરીનો સમાવેશ થાય છે.
નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયરે જણાવ્યું કે, બાજુમાં નવીન બે-લેન બ્રિજ માટે DPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવાની કામગીરી પણ તેજગતિએ ચાલી રહી છે. હાલના બ્રિજમાં તકલીફના પગલે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કામગીરીની ઔપચારિકતા પૂર્ણ થતાં, સડક પરિવહન વધુ સલામત અને વ્યવસ્થિત બનશે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
