<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

૧૮ જુલાઇ સુધી કયાં કયાં વિસ્‍તારોમાં વરસાદની આગાહી છે ? જાણો

૧૪ મીએ સાબરકાંઠા, અરવલ્‍લી, મહીસગાર, ૧પ મીના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્‍લી, ૧૬ મીએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના જિલ્‍લાઓમાં વરસાદની સંભાવના

અમદાવાદઃ ગુજરાતમાં આજે અમુક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ રાતે અને આજે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 18 જુલાઈ 2025 સુધીની વરસાદી માહોલ અંગેની આગાહી કરી છે. જેમાં 13થી 16 જુલાઈ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 13 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

14 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, બોટાદ, કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

15 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

16 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

17 અને 18 જુલાઈ 2025ના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

(4:03 PM IST)