<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

સુરતમાં ઘોડાની નાળ વેંચનારા સામે નોંધાયો ગુનો : પોલીસે બે શખ્શોની કરી અટકાયત

ઘોડે સવાર ફૈઝાન ઉર્ફે લક્કી નાયિમુદ્દીન પઠાણ અને ઘોડા માલિક પીરવા શંકર સાહુનાઓની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ

સુરત શહેરમાં ઘોડાની નાળ વેચનારા સામે પ્રાણી ક્રૂરતાની પહેલી ફરિયાદ નોંધાઈ છે. ઘોડાના પગમાંથી નાળ કાઢીને તેનું વેચાણ કરનાર સામે ખટોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. ઘોડા પર અત્યાચાર કરતા હોવાથી બે શખ્સને બે ઘોડા સાથે ખટોદરા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. ઘોડે સવાર ફૈઝાન ઉર્ફે લક્કી નાયિમુદ્દીન પઠાણ અને ઘોડા માલિક પીરવા શંકર સાહુનાઓની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રયાસ જીવદયા સંસ્થા દ્વારા પોલીસ સ્ટેશનમાં ઘોડા માટે તાત્કાલિક વેટેનરી ડૉક્ટર અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

(4:58 PM IST)