<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

ગાંધીનગરના પીડિયાટ્રિક ડોક્ટરનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ

દીકરીના ગૌરીવ્રતના જવેરા પધરાવતા કેનાલમાં પગ લપસતા, 39 વર્ષીય ડોક્ટર નીરવ બહ્મભટ્ટનું ડૂબી જવાથી મોત થયું

ગાંધીનગરના પીડિયાટ્રિક ડોક્ટરનું  નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ગઈકાલે બપોરે દીકરીના ગૌરીવ્રતના જવેરા પધરાવતા કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના પીડિયાટ્રિક ડોક્ટર 6 વર્ષની દીકરીના ગૌરીવ્રતના જવેરા પાણીમાં પધરાવવા ગયા હતા. જ્યાં કેનાલમાં પગ લપસતા,  39 વર્ષીય ડોક્ટર નીરવ બહ્મભટ્ટનું મૃત્યુ થયું હતું.

   પિતાને ડૂબતા જોઈ દીકરી એ બૂમો પાડતા આસપાસના વાહન ચાલકોએ કેનાલમાં પડી ડોક્ટરને બહાર કાઢ્યા હતા. જે બાદ ડોક્ટરને અડાલજ chc સેન્ટર લઈ જવાયા હતા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ વાવોલમાં રહેતા હતા અને તેમના પત્ની પણ તબીબ છે

(5:00 PM IST)