તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 13th July 2025
સાબરકાંઠા જિલ્લામાં સચરાચર મેઘસવારીને પગલે ડાંગરની ખેતીમાં વધારો થવાની ધારણા
સાબરકાંઠાના મોટાભાગના ખેડૂતો મગફળી તેમજ કપાસની વાવણી કરતા હતા.આ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા

સાબરકાંઠાઃ ચોમાસામાં મોટાભાગે વરસાદ આધારિત ખેતી થતી હોય છે. જો કે, આ વર્ષે સતત વરસાદના પગલે ખેતી પાકોમાં પણ બદલાવ આવતો જાય છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ-તલોદ વિસ્તારમાં દરવર્ષે ઘટતા જતા ડાંગરના પાક સામે આ વર્ષે સતત વરસાદના પગલે 7 હજાર હેક્ટરથી વધારે જમીનમાં ડાંગરની વાવણી થઈ ચૂકી છે. તેમજ આગામી સમયમાં પણ ડાંગરનો ખેતી વધે તેમ છે
સાબરકાંઠાના પ્રાંતિજ-તલોદ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડાંગરનો પાક ઘટતો જતો હતો. તેમજ મગફળી અને કપાસના પાકમાં વધારો થતો હતો. ત્યારે આ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતો અને માટે બેવડો માર સર્જાયો છે. એક તરફ મગફળીનું બિયારણ તૈયાર કરેલું હોવા છતાં સતત વરસાદના પગલે વાવણી થઈ શકે નથી. તો બીજી તરફ ખેતરમાં પાણી ભરાયેલું હોવા છતાં સારો પાક લઈ શકાય તેવું માત્ર ડાંગરના પાકમાં બનતું હોય છે.
ત્યારે પ્રાંતિજ તલોદ વિસ્તારમાં 7 હજાર હેક્ટર જેટલું વાવેતર માત્ર ડાંગરનું થયું છે. જો કે, ડાંગરના પાકમાં પ્રતિ એકરે 10થી 12 હજારનો ખર્ચ થાય છે. તો બીજી તરફ પ્રતિ એકરે રૂપિયા 30થી 40 હજાર જેટલી આવક થતી હોવાના પગલે હવે ખેડૂતો ડાંગરના પાક તરફ રહે છે. જો કે, આવનારા સમયમાં હજુ પણ વરસાદ યથાવત રહેશે તો આવનારા સમયમાં ડાંગરના પાકમાં વધારો થઈ શકે તેમ છે.
એક તરફ પ્રાંતિજ તલોદ વિસ્તારમાં દરવર્ષે મગફળી તેમજ કપાસનું વાવેતર વધતું હતું. તેવા સમય સંજોગે આ વર્ષે સતત વરસાદના પગલે મોટાભાગના ખેડૂતો મગફળી તેમજ કપાસનું વાવેતર કરી શક્યા નથી. ત્યારે ડાંગરનો પાક અન્ય પાક કરતાં પ્રાંતિજ-તલોદ વિસ્તારમાં મોટાપાયે વાવણી કરાઈ છે. હાલમાં 7 હજાર હેક્ટરથી વધારેની જમીનમાં ખેડૂતોએ ડાંગરનો પાક વાવ્યો છે. તેમજ હાલમાં પણ વાવણી જરૂર છે. ત્યારે આવકની સામે ડાંગરના પાકમાં ખર્ચ ઓછો હોવાથી ખેડૂતો માટે ડાંગરની ખેતી ફાયદાની ખેતી બની રહી છે. જેથી ખેડૂતો પણ હવે ડાંગરની ખેતી તરફ વળ્યા છે. જો કે, સાબરકાંઠાના મોટાભાગના ખેડૂતો મગફળી તેમજ કપાસની વાવણી કરતા હતા. ત્યારે આ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
