<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

દાંતીવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ: નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા

બનાસકાંઠામાં જિલ્લામાં ફરી એક વખત વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. લાંબા સમયના વિરામ બાદ, ગત મોડી રાત્રે દાંતીવાડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દાંતીવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતીવાડામાં 6 ઇંચ વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે

(5:46 PM IST)