તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
વાંસદામાં સાંસદ ધવલ પટેલનું જન સંપર્ક કાર્યાલય શરૂ : શિક્ષણ-રહેવા સહિતની વિવિધ સુવિધાને અપાશે મહત્ત્વ
ડાંગ અને વાંસદા વિસ્તારના વિકાસમાં જનસંપર્ક કાર્યાલય અતુટ કડી પુરવાર થશે તેમજ જનઉપયોગી તમામ કાર્યોમાં સરળ સુવિધાનો લાભ આ વિસ્તારની જનતાને મળશે.

વલસાડ :લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના વાંસદા ખાતે સંસદીય સંકુલ વિકાસ પરિયોજના ઉદ્ઘાટન તથા જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠક વી. સતીષજીના વરદ હસ્તે તેમજ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુવરજી હળપતિ, રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ સમીર ઉરાવજી, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલની વિષેશ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ. આ અવસરે પ્રાસંગિક પ્રવચનોમાં ડાંગ અને વાંસદા વિસ્તારના વિકાસમાં જનસંપર્ક કાર્યાલય અતુટ કડી પુરવાર થશે તેમજ જનઉપયોગી તમામ કાર્યોમાં સરળ સુવિધાનો લાભ આ વિસ્તારની જનતાને મળશે.
આ પ્રસંગે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખ કિશોર ગાંવિત, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, નવસારી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અશ્વીનભાઈ પટેલ, સહકારી આગેવાન ગમનભાઈ પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુસભાઈ પટેલ, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ દિપ્તીબેન પટેલ, લોચનભાઈ શાસ્ત્રી, રાકેશભાઈ શર્મા, શિવેન્દ્રસિંહ બાપુ, મોટી સંખ્સામાં ગ્રામજનો, સમર્થક મિત્રો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લામાં ગત દિવસોમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં 65 માંથી 55 સરપંચો ભાજપ સમર્પિત ચુંટાયા હતા. જેમનું આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે અભિવાદન કરી, ગ્રામ પંચાયતની સરકારના તેઓ જ મુખ્યમંત્રી છે, જેણે ગામના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં ગત દિવસોમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સમર્પિત સરપંચો વચ્ચે જંગ છેડાઈ હતી. પક્ષ નહીં, પણ તેની વિચારધારા ઉપર લડનારા ઉમેદવારો વિજેતા થયા, જેમાં નવસારી જિલ્લામાં કુલ 65 ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી હતી, જેમાંથી 55 સરપંચો ભાજપ સમર્પિત રહેતા આજે નવસારીના સાંસદ અમે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો.
ભાજપ સમર્પિત સરપંચ અને ઉપસરપંચોનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે અભિવાદન કરી તેમના કાર્યકાળમાં ગામના ભાગલા નહીં, પણ ગામને એક કરીને ગામનો સર્વાંગીણ વિકાસ કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે સરપંચને મળનારી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવા સાથે જ અન્ય કામોમાં મળનારી ગ્રાન્ટ પણ જે હેડમાં મળે, એજ હેડમાં ઉપયોગ કરવા ઉપર ભાર આપ્યો હતો. જેની સાથે જ સરપંચોને કોન્ટ્રાકટર નહીં બનવા અને ગામનો વિકાસ ધ્યાને રાખીને કામ કરવા ટકોર પણ કરી હતી. સી. આર. પાટીલે ગામમાં સ્વચ્છતા ઉપર ધ્યાન આપવા સાથે જ રેન હાર્વેસ્ટિંગ માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી. રેન હાર્વેસ્ટિંગમાં ભારતમાં નવસારીને મોડલ જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવા સરપંચોને સહયોગ આપવા અપીલ પણ કરી હતી. ખાસ કરીને વરસાદી પાણી બચાવવા માટે કેન્દ્રમાં જળ શક્તિ મંત્રાલય સાથે મનરેગા તેમજ રેલ મંત્રાલયમાંથી પણ વિશેષ ગ્રાન્ટ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોવાની માહિતી સાથે વધુમાં વધુ રેન હાર્વેસ્ટિંગ થાય એના માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
