<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

આણંદથી નડિયાદ આવતી એસટી બસમાં દિવ્યાંગ વિદ્યાર્થીને લાફો મારનાર કંડકટરને સસ્પેન્ડ કરાયા

કંડક્ટરે વિદ્યાર્થીનો પાસ નકલી છે તેવું કહેતા વિદ્યાર્થીએ વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થીને લાફો માર્યો

નડિયાદઃ ગઈકાલે એસટી બસમાં દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની હતી. ત્યારે આ મામલે એસટી વિભાગે કંડક્ટર સામે કડક કાર્યવાહી કરી છે અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એસટી વિભાગે વિનોદ પરમાર નામના કંડક્ટરને સસ્પેન્ડ કરી નાંખ્યો છે.
શનિવારે આણંદથી નડિયાદ તરફ આવતી બસમાં કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થીને લાફો માર્યો હતો. કંડક્ટરે વિદ્યાર્થીનો પાસ નકલી છે તેવું કહેતા વિદ્યાર્થીએ વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થીને લાફો માર્યો હતો. આ વીડિયો વાયરલ થતા કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

 


 

(7:29 PM IST)