<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

મહીસાગરના લુણાવાડાનો તાંતરોલી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ

કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે મહીસાગર નદીમાં પાણીની સપાટી વધે છે અને પુલ પરથી જળપ્રવાહ વહે તેવી સ્થિતિને પગલે પુલ બંધ કરાયો

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના તાંતરોલી બ્રિજ પર તમામ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે મહીસાગર નદીમાં પાણીની સપાટી વધવાથી કેટલીક વખત પુલ પરથી જળ પ્રવાહ વહે તેવી સ્થિતિ ઉદ્ભવતી હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી બીજો આદેશ ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે.

 


 

(11:15 AM IST)