તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ગાંધીનગર ખાતે સમસ્ત કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શૈક્ષણિક ભવનનું નિર્માણ થશે
સમાજના ૭૦૦ જેટલા મુખ્ય આગેવાનોની હાજરીમાં ગાંધીનગર ખાતે યોજાયેલ મીટીંગમાં દોઢ કરોડ અનુદાનની થઈ જાહેરાતઃ દરેક જિલ્લામાં કમિટિ બનાવી ફંડ માટે ટહેલ કરાશેઃ અંદાજિત ૧૦૦ કરોડના ખર્ચે બનશે ભવન

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૫: કોળી સમાજના વિદ્યાર્થીઓ જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી શકે અને તજજ્ઞોના માધ્યમથી માર્ગદર્શન મળી રહે તે માટે સુવિધા ઉભી કરવા ગઈ કાલે ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે સમસ્ત ગુજરાત કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટની એક બેઠક મળેલ હતી જેમાં રાજયના દરેક જિલ્લાઓમાંથી ૭૦૦ થી વધુ મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના પ્રમુખ અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જરૂરી ચર્ચાઓ થઈ હતી અને ભવન નિર્માણ માટે ઉપસ્થિત દાતાઓ તરફથી મીટીંગમાં જ રૂા. ૧.૫ કરોડનુ અનુદાનની સખાવત કરવામાં આવી હતી.
આ બેઠકમાં કોળી સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્લીના રાષ્ટ્રીય હોદેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સંબોધન કરતા કુંવરજીભાઈ બાવળીયાએ જણાવેલ કે આ ભવન એ કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બની રહેશે સમાજના સૌએ સાથે મળી આ ભવન નિર્માણ અંગે યથા શકિત મદદ કરવી જેથી ભવિષ્યમાં સમાજના દિકરા-દિકરીઓ તેજસ્વી કારકીર્દી થકી પગભર થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સમાજના નામે આગળ આવી સત્તા સમયે ભૂલી જાય છે તેવા આગેવાનોને પણ સમાજે યાદ રાખવા જોઈએ, સમાજને વાહિયાત વાતો કરી ગુમરાહ કરે અને સત્તા પર આવ્યા પછી ભૂલી જાય છે તેને પૂછવુ કે સમાજની કેટલી શૈક્ષણિક સંસ્થાઓ બની? જુદા જુદા સમાજના મંડળો છાશવારે લેટરપેડો છપાવી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે ત્યારે આવા લોકોને ઓળખી સમાજમાં ખુલ્લા પાડવા એ સમાજનું જ કામ છે જે આગામી સમયમાં સમાજ કરી બતાવશે.(૬.૭)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
