<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

મહેસાણાના ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી ભરાયો : ડેમમાં 4444 ક્યુસેક વરસાદી પાણીની આવક

6 વર્ષમાં પહેલી વાર 70.80 ટકા ડેમ 15 જુલાઈ પહેલા ભરાયો: કુલ 622 ફૂટ જળ સપાટી સામે 613.94 ફૂટ જળ સપાટી પહોંચી

મહેસાણાના ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી ભરાયો છે. 6 વર્ષમાં પહેલી વાર 70.80 ટકા ડેમ 15 જુલાઈ પહેલા ભરાયો છે. ધરોઈ ડેમમાં 4444 ક્યુસેક વરસાદી પાણીની આવક થઈ છે. કુલ 622 ફૂટ જળ સપાટી સામે 613.94 ફૂટ જળ સપાટી પહોંચી છે. ચાલુ માસે 618 ફૂટ જળ સપાટી પહોંચે છે. તો પાણી છોડવામાં આવશે.

(7:27 PM IST)