તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
દાંતાની આશ્રમશાળામાં ફૂડ પોઇઝનિંગ મામલે સરકાર એક્શન મોડમાં :વેકરી પ્રાથમિક શાળાના આચાર્ય સસ્પેન્ડ
વેકરી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતકુમાર ચૌહાણ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ગોવિંદજી ઠાકોર સસ્પેન્ડ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમશાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે વેકરી પ્રાથમિક શાળાના આચાર્ય ભરતકુમાર ચૌહાણ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ગોવિંદજી ઠાકોર સસ્પેન્ડ કરી દેવાયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે આશ્રમશાળામાં 42 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોની તબિયત લથડી હતી એક યુવકનું મોત થયું છે. શનિવારે બપોરે અને રાત્રે ભોજન લીધા બાદ અને રવિવારે સવારે નાસ્તો જમ્યા બાદ તબિયત લથડી હતી
રવિવારે રાત્રે 9 અને સોમવારે સવારે 33 કેસ નોંધાયા હતા. તમામ બાળકોને માંકડી સીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બે બાળકો ને વધુ સારવાર અર્થે તેમને ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા હતા .
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
