<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સાબર ડેરીમાં ભાવફેર મુદ્દે આંદોલન વચ્ચે ડેરીનું મોટું નિવેદન: સાધારણ સભામાં ભાવફેરની જાહેરાત કરાશે

સાબર ડેરીમાં ભાવફેર મામલે પશુપાલકો વચ્ચે મામલો ગરમાયો હતો અને પશુપાલકો વિરોધ પર ઉતર્યા હતા અને તોડફોડ પણ થઈ હતી

સાબરકાંઠા હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં ભાવફેર મામલે બે દિવસથી પશુપાલકો આંદોલન કરી રહ્યા હતા, ત્યારે હવે પશુપાલકો અને સભાસદોને ધીરજ રાખવા ડેરી મંડળની અપીલ કરી છે. આ ઉપરાંત ડેરી વતી કહેવામાં આવ્યું છે કે આગામી સાધારણ સભામાં ભાવફેરની જાહેરાત કરવામાં આવશે.

સાબર ડેરી આગામી સમયમાં દર વર્ષે 15મી જૂને દૂધનો ભાવ વધારો આપવાનો પણ ઠરાવ કરવા જઈ રહી છે. આ ઉપરાંત ગતરોજ સાબર ડેરી ખાતે થયેલા ઘર્ષણ બાબતે સાબર ડેરીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી ન હતી તેની પણ ચોખવટ કરવામાં આવી હતી. જે 74 લોકો વિરુધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે.

સાબર ડેરીમાં ભાવફેર મામલે પશુપાલકો વચ્ચે મામલો ગરમાયો હતો અને પશુપાલકો વિરોધ પર ઉતર્યા હતા અને તોડફોડ પણ થઈ હતી ત્યારે હવે સાબર ડેરીના ચેરમેને પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવાની અપીલ કરી છે. કેમ કે ભાવફેર મામલે થયેલી રકઝકમાં પશુપાલકો પોતાની મહેનતનું દૂધ રસ્તા પર રેડી રહ્યા હતા.

(11:00 PM IST)