<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

મેઘરાજાએ આરામના મૂડમાં :રાજ્યના માત્ર 37 તાલુકામાં વરસાદ નોંધાયો

સૌથી વધુ મહેસાણાના કડાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો:રાજ્યના અનેક તાલુકામાં ગરમી-બફારાની સ્થિતિથી લોકો ત્રાહિમામ

અમદાવાદ :રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે મંગળવારે (15 જુલાઈ) ભરે ચોમાસે મેઘરાજા જાણે રિસાયા હોય તેમ રાજ્યના માત્ર 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડાણામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અનેક તાલુકામાં ગરમી-બફારાની સ્થિતિથી લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યાં હોવાનું જણાય છે.

રાજ્યમાં આજે (15 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના વાંસદામાં 1.46 ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે. 

જ્યારે વલસાડના ધરમપુર, ડાંગના આહવા, સુબિર, સાબરકાંઠાના પ્રાંતિજ, વડાલી, દાહોદના ફતેહપુરા, નવસારીના ખેરગામ, પાટણ, વલસાડના ઉમરગામ, મહેસાણાના વિજાપુર સહિતના અન્ય 34 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

(12:08 AM IST)