<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કાલે ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડાની શપથવિધિ: વિધાનસભા અધ્યક્ષે આપ્યું આમંત્રણ

સવારે 11 વાગ્યે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની શપથવિધિ થશે અને ત્યારબાદ 12.30 કલાકે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેશે

ગાંધીનગરઃ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે શપથ માટે નિમંત્રણ આપ્યું છે. કડીથી ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ લેશે.

સવારે 11 વાગ્યે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની શપથવિધિ થશે અને ત્યારબાદ 12.30 કલાકે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા શપથ લેશે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા હતા. જ્યારે કડીમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને હરાવ્યા હતા.

(12:41 AM IST)