તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન અટકાવી શકે તો તંત્ર કાયદાનો અમલ કરાવવાનું બંધ કરી દેઃ હાઈકોર્ટ
બેફામ ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની સમસ્યા પ્રત્યે ભારે ઉદાસીનતા દાખવતા હાઇકોર્ટે ઊધડો લીધો : તમારી બાહેંધરી હતી કે ટ્રાફિક સમસ્યા સુધરશે પરંતુ એ તો બદથી બહ્તર થઈ રહી છે, હવે જવાબદાર અધિકારી સામે કન્ટેમ્પ્ટના ચાર્જ ફ્રેમ કરીશું: હાઇકોર્ટ

અમદાવાદ,તા.૧૬: બિસ્માર રોડ-રસ્તા, ટ્રાફિક, ર્પાકિંગ અને રખડતાં ઢોરની સમસ્યા મુદ્દે ચાલી રહેલા કન્ટેમ્પ્ટના કેસનું ગુરુવારે હાઇકોર્ટ સમક્ષ મેન્શનિંગ કરાયું હતું. બેફામ ટ્રાફિક અને આડેધડ ર્પાકિંગની સમસ્યા પ્રત્યે ભારોભાર ઉદાસીનતા દાખવતા સરકારી તંત્રનો હાઇકોર્ટે ઊધડો લીધો હતો અને ઓથોરિટીની આકરી ટીકા કરતાં ટકોર કરી હતી કે, ‘જો તંત્ર રોંગ સાઈડ ડ્રાઇવિંગ અટકાવી ન શકતું હોય તો તેણે કાયદાનો અમલ કરાવવાનું બંધ કરી દેવું જોઈએ.
આ કેસ જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠ સમક્ષ ચાલી રહ્યો છે. મંગળવારે અરજદાર તરફથી એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી હતી કે પ્રતિવાદીઓ તરફથી મુદત માંગવામાં આવી રહી છે. ત્યારે ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ના, અમે આ મામલે કંઇક આદેશપસાર કરવા ઇચ્છીએ છીએ. અમે તાજેતરમાં જ આ મુદ્દે કેટલાક અખબારોના અહેવાલ વાંચ્યા છે અને એમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અંગે ચિંતાજનક બાબત સામે આવી છે. અમે આ મામલે હવે જવાબદાર અધિકારી વિરૂદ્ધ આદેશ પાસ કરવા માંગીએ છીએ. અમે ખૂબ જ ધીરજ રાખીએ છીએ અને કદાચ બે વર્ષ પહેલાં સરકારી તંત્ર તરફથી એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે રોંગ સાઇડમાં વાહનો ચલાવનારા તત્ત્વો સામે આકરી કાર્યવાહી કરાશે. પરંતુ અમને એવું લાગે છે કે બે વર્ષમાં તો પરિસ્થિતિ બદથી બદૂતર બની છે.
રાજ્ય સરકાર તરફથી લૂલો બચાવ કરતા એક દિવસની મુદત માંગવામાં આવી હતી. ત્યારે કોર્ટેસુનાવણી એક દિવસ બાદ રાખવાનું કહ્યું હતું. આ સાથે એવી ટકોર પણ કરી હતી કે, ઁઅમે તમને કહી રહ્યા છીએ કે ગત વખતે અમે જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટના ચાર્જફ્રેમ કરવાના હતા, પરંતુ તમારી બાહેંધરી પર નહોતું કર્યું. પરંતુ હવે અમે ચાર્જ ફ્રેમ કરીશું. જો અધિકારીઓ અને સમગ્ર તંત્ર રોગ સાઇડ ડ્રાઇવિંગ કરનારાને અંકુશમાં ન લઈ શક્તા હોય તો તમારે કાયદાનો અમલ કરવાનું અટકાવી દેવું જોઈએ. તમે તમારા અધિકારીઓને કોઈ ભય જ રહ્યો નથી. તમે કઈ રીતે રોંગ સાઈડમાં વાહનો યલાવવાની મંજૂરી આપી શકો? તમે કોઈ પગલાં કેમ લેતાં નથી? ટ્રાફિકના નિયમોનો ભંગ ઓછો થશે એવું અમે અમારા અગાઉના આદેશમાં નોંધ્યું હતું પરંતુઊલટાનું ટ્રાફિકના નિયમનો ભંગ વધી રહ્યો છે. એ જ દર્શાવે છે કે તમે આવા ગંભીર વિષય પ્રત્યે કેવું વલણ ધરાવો છો. આ પ્રકારની આકરી આલોચના બાદ હાઇકોર્ટે આ કેસ વધુ સુનાવણી માટે ૧૭મી જુલાઇના રોજ મુકરર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે માર્ચ મહિનામાં ટ્રાફિક વિભાગના જોઈન્ટ કમિશનર IPS એન.એન. ચૌધરીએ હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું કરીને શું પગલાં લેવાયા એનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વિરુદ્ધ આકરી દંડનીય કાર્યવાહી કરી હતી. બે લાખથી વધુ કેસોમાં ૧૩,૨૧,૬૦,૬૫૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. દરેકને ઈ-ચાલાન આપવામાં આવ્યા હતા. ગત સુનાવણીમાં હાઇકોર્ટે ઓથોરિટીને જણાવ્યું હતું કે એફિડેવિટ મુજબની કામગીરી ચાલુ રાખવામાં આવે. ટ્રાફિક અને દબાણ દૂર કરવા એક પોલિસી સાથે આવો.(૪૦.૫)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
