તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ઓગસ્ટ માસના અંતમાં વિધાનસભાનું ત્રિ-દિવસીય ચોમાસુ સત્ર યોજાશે
GST દરમાં સુધારા અંગેનું એક સુધારા વિધેયક રજૂ કરી પસાર કરાવાશે ; ૨૨મી જુલાઈએ ગૌણ વિધાન સમિતિની બેઠકમાં નક્કી થયા બાદ કેબિનેટમાં નિર્ણય લેવાશે

અમદાવાદ,તા.૧૬: રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ઓગસ્ટના અંતિમ સપ્તાહ દરમ્યાન મળશે. ૨૨મી, જુલાઈ-૨૦૨૫ના રોજ ગૌણ વિધાન સમિતિની બેઠક, વિધાનસભા ખાતે મળશે. જેમાં ચોમાસુ સત્રની તારીખો અંગે ચર્ચા થયા બાદ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. જેની જાણ રાજ્યપાલને કરાયા બાદ રાજ્યપાલ દ્વારા વિધાનસભાના ચોમાસુ સત્ર માટે સત્તાવાર આહ્વાન કરશે. હાલને તબક્કે માલૂમ પડયા મુજબ ૨૫મી, ઓગસ્ટથી ૨૮મી ઓગસ્ટ દરમ્યાન આ સત્ર યોજાશે. ૨૭મી, ઓગસ્ટે ગણેશ ચતુર્થીની રજા હોવાને કારણે ચોમાસુ સત્ર ૨૫, ૨૬ અને ૨૮મી ઓગસ્ટ એમ ૩ દિવસ માટે યોજાય એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
આ સત્ર દરમ્યાન જીએસટી દર સુધારાવિધેયક ઉપરાંત અન્ય સરકારી કામકાજો હાથ ધરાશે. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય અને રાજ્ય સરકારને કોઈ કાયદામાં સુધારો કરવાની ઉતાવળ હોય કે આવશ્યકતા હોય ત્યારે સરકાર દ્વારા વટહુકમ બહાર પાડીને આવો સુધારો કરી દેવાય છે. આ વખતે પણ રાજ્ય સરકારે જીએસટી દરમાં સુધારા અંગે ૧૨મી, જૂન-૨૦૨૫ના રોજ એક વટહુકમ જાહેર કર્યો હતો. જેને હવે વૈધાનિક સ્વરૂપ આપવા માટે સરકાર દ્વારા આ અંગેનો સુધારા વિધેયક લવાશે.
ગળહમાં ભાજપના ૧૬૧, કોંગ્રેસના ૧૨આમ આદમી પાર્ટીના ૪, એસપીના ! અને અપક્ષ ૨ ધારાસભ્યો છે. આ વખતે ચોમાસુ સત્ર યોજાશે ત્યારે વિરોધ પક્ષ પાસે મોંઘવારી, બેરોજગારી, આત્મહત્યા, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, બિસ્માર રોડ-રસ્તા, કૌભાંડો સહિતના સંખ્યાબંધ પ્રશ્નો છે. તેઓ સરકારને ભીંસમાં લઈ શકે છે પણ આ વખતે ગળહમાં વિપક્ષના સાવ નાના અને ઓછા સંખ્યાબળને કારણે તે શકય બનતું નથી. આમછતાં આ વખતે આમ આદમી પાર્ટીના પેટા-ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય કઈ રીતે સરકારને ઘેરશે, તે એક પ્રશ્ન છે.(૪૦.૪)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
