<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

પ્રજાને અહેસાસ થયો કે પોલીસ એક્‍ટિવ છે, ગુનેગારોની માનસિક તાકાત તૂટવા લાગી છે

બે દશકાથી વધુ વોન્‍ટેડ આરોપીઓ પકડવા સુરતમાં PCB, SOG, DCBના માધ્‍યમથી પોલીસ કમિશનર દ્વારા ચલાવતું અભિયાન રેકોર્ડ તોડી રહ્યું છે : ૨૮, ૨૪, ૨૦ વર્ષ પછી આરોપીઓ પાતાળમાં છુપાયા હોય અર્થાત્‌ દેશના કોઈ પણ રાજ્‍યમાં હોય ટીમો આકાશ પાતાળ એક કરે છે: ડીસીપી ભાવેશ રોજીયા ટીમ હોય કે ડીસીપી રાજદીપસિંહ નકુમ ટીમ હોય કે પછી pcb પીઆઇ આર. એસ સુવેરા અને sog પીઆઇ અશોક ચોૈધરી ટીમ થાકયા વગર આદુ ખાઈ પાછળ પડ્‍યા છે વાયરલ અભિયાનની ભીતરી કથા

રાજકોટ તા.૧૬: નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન કે જે લોકોના સહકારથી સફળતાપૂર્વક ચાલી રહ્યું હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ બાબતથી ઉત્‍સાહિત બની એક હજારથી વધુ આરોપીને પાસા હેઠળ ધકેલી સંતોષ માન્‍યો નથી. છેલ્લા ૬ દિવસમાં વધુ ૨૫ ભયજનક તત્‍વોને પાસા હેઠળ ધકેલી દીધા હોવાનું PCB પીઆઇ આર.એસ સુવેરાએ જણાવ્‍યું છે.

ગુન્‍હો કર્યા બાદ આરોપી પાતાળમાં છુપાયો હોય તો પણ પોલીસની નજરથી બચવો ન જોઈએ , આ માટે પોલીસે ૨૮ વર્ષ, ૨૦ વર્ષ અને છેલ્લા ૧૦ વર્ષથી વિશેષ સમયથી વોન્‍ટેડ ૩૧ આરોપીઓ રાજ્‍ય બહારથી પકડ્‍યા પછી લોકોમા પોલીસની એક અલગ તસવીર ઉપસી છે.

આ બાબત ધ્‍યાને રાખી હવે પોલીસ કમિશ્નર દ્વારા PCB ને કેન્‍દ્રમાં રાખી sog અને ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રોજીયા અને sog ડીસીપી રાજદીપસિંહ નકુમની રાહબરી હેઠળ વોન્‍ટેડ આરોપીને પકડી ગુનેગારોમાં ગુન્‍હો કર્યા પછી સુરત પોલીસ કોઈ સંજોગોમાં નહીં છોડે તેવી છાપ અંકિત થયેલ છે.

 SOG પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચોધરી આ બાબતને સમર્થન આપતા કહે છે કે સુરતના પલસાણા પોલીસ મથકની હદમાં ફાયરિંગ કરી વોન્‍ટેડ ૧૦ હજારના ઈનામી આરોપીને  અમારી ટીમના જલુભાઈ અને રામજીભાઈની બાતમી આધારે બેંગલોરથી પકડી લીધા છે. આજ રીતે વલસાડ પોલીસના નાર્કોટિક્‍સના ગુન્‍હાના આરોપીને હિતેશસિહ અને  રાજુભાઈની બાતમી આધારે પકડી  પાડેલા છે.

બાતમીદારોનુ ઇન્‍ટરનેશનલ લેવલે મોટું નેટવર્ક ધરાવતા સુરત ક્રાઈમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ અને સીપી અને ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં પાંડેસરા પોલીસ મથકની હદમાં નોંધાયેલ ગુન્‍હામાં છેલ્લા ૨૪ વર્ષથી નાસ્‍તા ફરતા આરોપીને પકડી લેવાયા છે. આ બધા તો માત્ર દૃષ્ટાંત છે

(10:18 AM IST)