તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
રાજકોટ-ભૂજ ટ્રેન સમયનો ફેરફાર કરી પુનઃ શરૂ કરો
મુસાફરોના હીતમાં ટ્રેનને રાજકોટ અને ભુજથી રાત્રીના ૯ થી ૧૦ વચ્ચે ચલાવવા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈએ રેલ્વેના જનરલ મેનેજરને પત્ર પાઠવી કરી માંગ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૧૬ :. અમદાવાદ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવતી રાજકોટ-ભૂજ ટ્રેનને ૩૦ જુન ૨૦૨૫ થી બંધ કરવામાં આવી છે ત્યારે આ સેવાને સમયમાં યોગ્ય ફેરફાર કરી પુનઃ શરૂ કરવા રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પヘમિ રેલ્વે મુંબઇના જનરલ મેનેજરને પત્ર પાઠવી મુસાફરોના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું છે.
સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ કચ્છ ખાતે આવેલ પ્રસિધ્ધ સફેદ રણ, સ્મળતિવન,આશાપુરા મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ સહિત અનેક ધાર્મિક સ્થળો ઉપરાંત લાંબા દરિયા કિનારાની મુલાકાત લે છે,આ માટે મુસાફરો ખાનગી અને એસ.ટી. બસોના બદલે ટ્રેનમાં જવાનું વધારે પસંદ કરતા આવ્યા છે.
આજે કચ્છ સાથે સંકળાયેલી ખાનગી અને એસ.ટી.ની બસોમાં સમયસર જગ્યા કે રીર્ઝવેશન મળતું ન હોવાના કારણે રાજકોટથી કચ્છ-ભુજ તરફ ચલાવતી ટ્રેન મુસાફરો માટે આર્શીવાદ રૂપ હતી.
આ ટ્રેનને બંધ કરવાથી મહિલાઓ, બાળકો, વયોવળધ્ધ સહીતના પ્રવાસીઓ માટે ભુજ જવા માટેની સસ્તી,સારી અને આરામદાયક સુવિધા બંધ થતાં મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
અમદાવાદ ડિવિઝન દ્વારા બંધ કરવામાં આવેલ આ ટ્રેનના સમયમાં ફેરફાર કરી રાજકોટ અને ભૂજથી થી રાત્રીના ૯ થી ૧૦ વચ્ચે ચલાવી વહેલી સવારે પહોંચે તો મુસાફરીનો સમય અને સસ્તી ટ્રેન સેવાના કારણે નાણાનો બચાવ થશે અને ટ્રેનમાં સારા પ્રમાણમાં ટ્રાફીક-ગુડઝ પણ મળી શકશે અને સૌરાષ્ટ્રના અનેક શહેરોના મુસાફરો દિવસ દરમ્યાન કચ્છ-ભુજના જોવા લાયક સ્થળોએ ફરી રાત્રીની આરામદાયક મુસાફરી સાથે સૌરાષ્ટ્રમાં પરત ફરી શકશે.
આ ટ્રેનને માત્ર વેકેશનની રજા પુરતી સિમિત ન રાખતા નિયમીત રીતે ચલાવવા જનરલ મેનેજર મુંબઈ અને D.R.M અમદાવાદ અને રાજકોટને કુંવરજીભાઈએ પત્ર પાઠવી ટ્રેન ફરી શરૂ કરવા જણાવ્યુ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
