<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહીઃ હવામાન ખાતુ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્‍વામીની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ, જાણીતા હવામાન શાષાી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્‍વામીએ આ આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલી સિસ્‍ટમ અને અરબી સમુદ્રમાં ભેજના વધારાને કારણે રાજ્‍યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

જોકે, ૧૭ જુલાઈ બાદ રાજ્‍યમાં વરસાદનું જોર ઘટશે અને વરસાદની ગતિ ધીમી પડશે

(12:20 PM IST)