<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

રાજ્યની નવરચિત 9 મહાપાલિકાઓનું સીમાંકન જાહેર: તમામમાં 13 વોર્ડ અને 52 બેઠકો હશે

મહિલાઓ માટે 50%ની અનામત: 26 બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે જ્યારે ઓબીસી અનામત 27%ની પણ જોગવાઇ 14 બેઠકો પછાત વર્ગો માટે અનામત રહેશે.

ગાંધીનગરઃ નવરચિત 9 મહાપાલિકાઓનું સીમાંકન જાહેર કરાયુ છે. તમામ 9 મહાપાલિકાઓમાં 13 વોર્ડ અને 52 બેઠકની રચના કરવામાં આવી છે. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું. નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં મનપાની ચૂંટણી યોજાઈ શકે છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે.

 

રાજ્ય સરકાર દ્વારા નવરચિત 9 મહાનગરોપાલિકાઓ માટેનું સિમાંકન જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામમાં 13 વોર્ડ અને 52 બેઠકો હશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મહિલાઓ માટે 50%ની અનામતની જોગવાઇ મુજબ 26 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જ્યારે ઓબીસી અનામત 27%ની પણ જોગવાઇ કરવામાં આવી હોય 14 બેઠકો પછાત વર્ગો માટે અનામત રહેશે. જ્યારે એસ.સી. અને એસ.ટી. અનામતની જોગવાઇ પણ લાગૂ કરવામાં આવશે. આગામી માર્ચ માસ સુધીમાં રાજ્યની 6 મહાનગરપાલિકાઓની સામાન્ય ચુંટણી યોજાવાની છે. તેની સાથે જ 9 નવી મહાપાલિકાની પણ સામાન્ય ચુંટણી યોજાઇ જશે. આગામી દિવસોમાં વોર્ડની હદ અને ક્યા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે. તેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી, નડીયાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને  નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા આઠથી વધી સિધ્ધી જ બમણીથી પણ વધુ એટલે કે 17 થઇ જવા પામી છે. રાજ્ય સરકારના શહેરીવિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં નવરચિત તમામ 9 મહાનગરપાલિકાઓ માટે સિમાંકન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિયમ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 50% મહિલા અનામતની જોગવાઇ છે. તમામ 9 મહાનગરપાલિકાઓમાં એક સમાન 13 વોર્ડ અને બાવન બેઠકો રહેશે. જેમાં 50% મહિલા અનામત મુજબ 26 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. જ્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત જાહેર કરવામાં આવ્યું છે એટલે કે 14 બેઠકો ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવશે. જ્યારે વસતી મુજબ એસ.સી. અને એસ.ટી. અનામતની પણ અમલવારી કરવામાં આવશે. નવા કોર્પોરેશનની રચનાથી શહેરી વિકાસને વેગ મળશે. 1-જાન્યુઆરી, 2025ના રોજ કેબિનેટ બેઠકમાં રાજ્યની અલગ-અલગ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના માટે મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણુંક કરી દેવામાં આવી છે. જ્યારે ચુંટાયેલી પાંખના વહિવટ કરતા તરીકે જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે.

(1:18 PM IST)