<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

કચ્છ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, મહીસાગર અને પાટણમાં યલો એલર્ટ

અમદાવાદ :  આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા,  મહીસાગર અને પાટણમાં યલો એલર્ટ સાથે મધ્યમથી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ અને નર્મદા સહિત સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટમાં છૂટો છવાયો વરસાદ વરસશે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 

(3:53 PM IST)