તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 51.09% વરસાદ નોંધાયો
કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ 58.46 ટકા વરસાદ વરસ્યો: ઉત્તર ઝોનમાં મોસમનો સૌથી ઓછો વરસાદ 48.01ટકા થયો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદનું જોર ઘટતું જાય છે. ત્યારે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દરમિયાન ગુજરાતમાં ચોમાસાની મોસમનો 51.09% સરેરાશ વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ 58.46 ટકા વરસાદ વરસ્યો. ઉત્તર ઝોનમાં મોસમનો સૌથી ઓછો વરસાદ 48.01ટકા વરસ્યો છે. મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 49.26 ટકા થયો. જ્યારે દક્ષિણ ઝોનમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 55.19 ટકા વરસ્યો છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
