તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
હું માત્ર વિસાવદરનો નહિ સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ બનીશઃ અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવીશ : ગોપાલ ઇટાલીયા
શપથ લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.,૧૬ : ગાંધીનગર વિધાનસભામાં આજે વિસાવદર બેઠક ઉપરથી ચુંટાયેલા આપના ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્ય તરીકે સપથ લીધા હતા.
શપથ લીધા બાદ મીડીયા સમક્ષ ઞોપાલ ઈટાલીયાએ સૌપ્રથમ ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને જણાવ્યું હતું કે મને હરાવવા માટે સરકાર અને ભાજપ સંગઠને આકાશ પાતાળ એક કર્યા છે ત્યારે મારી જેવા નાના ખેડૂત પુત્રને વિજેતા બનાવી વિસાવદરની જનતાએ મારી માથે મોટી જવાબદારી સોંપી છે. સ્વ.ર્કેશુબાપાને યાદ કરીને જણાવ્યું હતુ કે હું ગુજરાતની જનતાની સેવા કરીશ આજે મે ધારાસભ્ય તરીકે જ શપથ નથી લીધા પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડવા મને લોકોએ જવાબદારી સોંપી છે ત્યારે હું સમગ્ર ગુજરાતમાં કયાંય પણ કોઈપણ પ્રકારે ભ્રષ્ટાચાર કે કોઈપણ સમાજને અન્યાય થશે ત્યારે હું માત્ર વિસાવદરની નહીં પણ સમગ્ર ગુજરાતને જનતાનો અવાજ બનીશ.
તેમણે સરકાર સામે ચાબખા મારતા જણાવ્યું હતું કે રાજ્યમાં છાસવારે દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે, કોઈ લઠ્ઠા કાંડથી મરે છે,કોઈ પુલ હોનારતમાં મરે છે હવે આવું કયાં સુધી ચલાવીશું. ?
આખા ગુજરાતમાં અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડત ચલાવીશ વિસાવદરની જનતાએ માત્ર મને વિસાવદરની નહી સમગ્ર ગુજરાતની મને જવાબદારી સોંપી મારા ઉપર મુકેલ વિશ્વાસ કયારેય નહીં તોડું તેવી ખાતરી આપી હતી અને વિસાવદના મતદારોનો આભાર માન્યો હતો. (૪.૧૮)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
