<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કથળી છે, સરકાર રાજીનામું આપેઃ ગોપાલ ઇટાલિયા

ગાંધીજી, સરદાર પટેલ, કેશુભાઇ વગેરેને યાદ કરતા વિસાવદરના ધારાસભ્‍ય : ડ્રગ્‍સ માફિયાઓ બેફામઃ શપથ ગ્રહણ બાદ સરકારને ઝાટકતા ‘આપ'ના ધારાસય

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૬: ગત માસમાં વિધાનસભાની ખાલી પડેલ વિસાવદર અને કડી બેઠકની યોજાયેલ ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા અને કડી બેઠક પરથી ભાજપના રાજેન્‍દ્ર ચાવડા ચૂંટાઇ આવ્‍યા હતા. ગોપાલ ઇટાલિયાએ રાજય સરકાર પર પ્રહારો કરી રાજીનામું માંગ્‍યું છે.

આ બંન્‍ને સભ્‍યો આજે વિધિવત રીતે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ પાસે શપથ ગ્રહણ કર્યા હતા. આ સમયે બન્‍ને પક્ષના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

શપથ ગ્રહણ કર્યા બાદ ગોપાલ ઇટાલીયાએ પત્રકારો સાથે વાતચીત કરતા સરદાર પટેલ, ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, કેશુભાઇ પટેલને યાદ કરી તેમના પગલે ચાલવાની વાત દોહરાવી હતી.

આકરા પ્રહારો કરતા જણાવ્‍યું કે, રાજયમાં ડ્રગ્‍સ માફિયા બેફામ બન્‍યા છે. કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી કથળી છે. સરકારની જાહેર પરીક્ષાઓના પેપર ફુટવા આવી ઘટનાઓ વારંવાર બની છે. આવી પરિસ્‍થિતિમાં સરકારે રાજીનામું આપવું જોઇએ.

(2:02 PM IST)