<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કડીના નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ વિધાનસભા સભ્યપદના શપથ લીધા : અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લેવડાવ્યા શપથ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોએ પાઠવી શુભેચ્છાઓ

 

ગાંધીનગર, [તા. 16 જુલાઈ, 2025]: ગુજરાત વિધાનસભામાં આજે કડી વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ વિધાનસભાના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર ખાતે વિધાનસભામાં રાજેન્દ્ર ચાવડાને શપથ લેવડાવ્યા હતા.
આ શપથ ગ્રહણ સમારોહ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવનિયુક્ત ધારાસભ્ય ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે રાજેન્દ્ર ચાવડાએ કડી મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે વિધિવત રીતે પોતાની જવાબદારી સંભાળી લીધી છે.

 

(3:01 PM IST)