<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જી.એસ.ટી. ટ્રીબ્‍યુનલના સભ્‍યપદે રમેશકુમાર હદવાણીની નિમણૂંક

રાજકોટ, તા. ૧૬: ભારત સરકારે રમેશકુમાર ગોકળભાઇ હદવાણી (નિવૃત અધિક કમિશનર એસ.જી.એસ.ટી.)ની ગુડઝ એન્‍ડ સર્વીસ ટેક્ષ અધ્‍યક્ષ ટ્રીબ્‍યુનલ સુરતના ટેકનિકલ મેમ્‍બર તરીકે નિમણૂક કરેલ છે.

તેમણે ૧૯૯પ થી વેચાણ વેરા ખાતામાં શરૂઆત વેચાણવેરા અધિકારી તરીકે પ્રથમ જામનગર ખાતે નિમણૂક પામી ત્‍યાર બાદ ડેપ્‍યુટી કમિશનર તરીકે વડોદરા, રાજકોટ જામનગર ખાતે ફરજ બજાવેલ અને સંયુકત કમિશનર તરીકે ભાવનગર, વડોદરા અને રાજકોટ ખાતે અને છેલ્લે અમદાવાદ ખાતે અધિક કમિશનર તરીકે વયનિવૃત થયેલ તેમજ ૧૦ જુલાઇના રોજ કેન્‍દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા થયેલ આદેશ મુજબ ટેકનીકલ મેમ્‍બર (સ્‍ટેટ) જીએસટી ટ્રીબ્‍યુનલ સુરત ખાતે નિમણુંક થયેલ છે.(મો. ૯૮૨૫૦ ૬૫૫૭૯)

શ્રી રમેશકુમાર હદવાણીને નવી નિમણૂક બદલ આચાર્ય વૃજલાલ (નિવૃત અધિક કલેકટર વી.વી. વાજા), પ્રવિણભાઇ ભૂત અને રામજીભાઇ મહેતાએ અભિનંદન સાથે શુભેચ્‍છા પાઠવેલ છે.

(3:53 PM IST)