<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

હવે કેવું ભણશે ગુજરાત :મહેસાણામાં પ્રાથમિક શાળાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી ! તપાસનો ધમધમાટ શરૂ

મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અટકાવ્યા

અમદાવાદ : ગુજરાતમાં  બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ ટોલનાકું અને બોગસ ફેકટરી સહિતના અનેક કૌભાંડોનો પર્દાફાશ થાય છે. ત્યારે મહેસાણામાં પ્રાથમિક શાળાના 138 શિક્ષકોએ રજૂ કરેલા નકલી સર્ટિફિકેટ હોવાનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા વેરિફેકેશન પ્રક્રિયામાં શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી હોવાનું સામે આવ્યું છે.  

 

મળતી માહિતી મુજબ, મહેસાણામાં પ્રાથમિક શાળાના 138 શિક્ષકોએ રજૂ કરેલા CCC સર્ટી બોગસ હોવાની માહિતી મળી રહી છે. જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 6708 શિક્ષકો પૈકી 138 શિક્ષકોએ રજૂ કરેલા સર્ટિફિકેટનું ઓનલાઈન વેરીફિકેશ નથી થતું. જેને લઇ  મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અટકાવ્યા છે.

 

શિક્ષણ વિભાગને શિક્ષકોની યાદી અને સર્ટીની વિગત મોકલી કાર્યવાહી માટે માર્ગદર્શન માગવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC સર્ટી જરૂરી હોય છે. માન્ય સંસ્થામાંથી CCC પાસ કરવું ફરજિયાત છે, જોકે 138 શિક્ષકોના સર્ટીનું વેરીફિકેશ થયું ન હતું. 138 શિક્ષકોએ રજૂ કરેલા સર્ટી બોગસ હોવાની શંકાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

(7:04 PM IST)