તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
અમદાવાદમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બાંધ્યા પતિના મિત્ર સાથે સબંધ: દરવાજો ખોલતા ફૂટ્યો ભાંડો:યુવકે છરીના ઘા ઝીકી પતાવી દીધો
પત્નીએ દગો આપ્યો હોવાની જાણ થતા છરીના ઘા ઝીકી સરફરાજની હત્યા: આરોપી પતિની ધરપકડ

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતો એક યુવક, જેની પત્ની છેલ્લાં 7 મહિનાથી તેનાથી અલગ રહેતી હતી, પતિ અવારનવાર તેને માર મારતો અને હેરાન કરતો હોવાથી તે છુટાછેડા લીધા વિના એકલી બાળકો સાથે અલગ રહેતી હોવાની વાત પરિવાર અને પતિને જણાવી હતી, જોકે પતિને શંકા જતા એક દિવસ પત્નીનો પીછો કર્યો અને પત્ની જે મકાનમાં રહેતી હતી, ત્યાં જઈ દરવાજો ખખડાવ્યો હતો, જે દરવાજો તેના જ એક મિત્રએ ખોલતા પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, જે બાદ પત્નીના પ્રેમીને યુવકે મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી આરોપી પતિની ધરપકડ પણ કરી છે.
સરખેજ વિસ્તારમાં આવેલા ઈન્દીરાનગરમાં મંગળવારે મોડી રાત્રે સરફરાજ રંગરેજ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. જે ગુનામાં સરખેજ પોલીસે ઝાકીર મેમણ નામના યુવકની ધરપકડ કરી છે. ઝાકીર મેમણ નારોલ વિસ્તારમાં રહે છે અને ડેકોરેશનનું કામ કરે છે. તેનાં લગ્ન વર્ષો પહેલા દીલસાદ નામની યુવતી સાથે થયા હતા. જે લગ્ન જીવનમાં તેને બે બાળકો પણ છે, જોકે એકાદ વર્ષથી પતિ પત્ની વચ્ચે નાની-નાની બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હતો. જેના કારણે તેની પત્ની દિલસાદ 7 મહિનાંથી તેને છોડીને બાળકો સાથે અલગ મકાનમાં રહેતી હતી. બન્ને વચ્ચે અવારનવાર ટેલિફોનિક વાતચીત થતી હતી. પરંતુ પત્ની આટલા લાંબા સમય સુધી ઘરે પરત ન આવતા ઝાકીરે તેને શોધવાનું શરૂ કર્યું હતું.
બે દિવસ પહેલા ઝાકીર તેની પત્ની દિલસાદનો પીછો કરતો કરતો ઈન્દિરાનગર સુધી ગયો હતો, અને રાતના 12 વાગે આસપાસ પત્ની જે ગલીમાં રહેતી હતી, ત્યાં પહોંચ્યો હતો. જે બાદ તેણે પોતાના બાળકોના ફોટા આસપાસના લોકોને પુછી તેનું ઘર કયું છે તે જાણી લીધુ અને ઘરનો દરવાજો ખખડાવતા જ ઘરનો દરવાજો ઝાકીરના જુના સાથીદાર સરફરાજ રંગરેજે ખોલ્યો હતો. અંદર રૂમમાં તેની પત્ની અને બાળકો પણ હતા. જેથી તેને પોતાની પત્નીએ દગો આપ્યો હોવાની જાણ થતા સરફરાજ રંગરેજ સાથે ઝઘડો થયો અને ઝઘડો ઉગ્ર બનતા તેણે પોતાની પાસે રહેલી છરીથી સરફરાજ પર જીવલેણ હુમલો કર્યો, જે હુમલામાં સરફરાજ રંગરેજનું મોત થયું હતું.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
