<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

વૈશ્વિક સંકેતો વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

બન્ને કિંમતની ધાતુમાં વિક્રમજનક તેજી બાદ ઊંચા મથાળે નજીવા પ્રમાણમાં નફારૂપી વેચવાલી

અમદાવાદ :સોના અને ચાંદીની કિંમતમાં સતત પીછેહઠ જોવા મળી રહી છે. વૈશ્વિક સંકેત વચ્ચે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 98,870 થયા છે.

જ્યારે સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂપિયા 400 તૂટી રૂપિયા 98,400 થયા છે. આ ઉપરાંત દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1000 ગગડીને 1,11,000 થયો છે.

અમદાવાદ ખાતે શુદ્ધ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 300 ઘટી રૂપિયા 100500 જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ રૂપિયા 300 તૂટી રૂપિયા 100200 થયો છે. બીજી બાજુ અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 112000 રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 3230 ડોલર ક્વોટ થયો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 37.77 ડોલર નોંધાયો છે.

બજારના જાણકારોનું માનવું છે કે તાજેતરમાં બન્ને કિંમતની ધાતુમાં વિક્રમજનક તેજી બાદ ઊંચા મથાળે નજીવા પ્રમાણમાં નફારૂપી વેચવાલી જોવા મળી છે. જોકે વૈશ્વિક અર્થતંત્રમાં ટેરિફ વોર તથા યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિને લીધે સોનાના ભાવમાં એકંદરે આગામી સમયમાં તેજીમય વલણ રહી શકે છે.

(9:21 PM IST)