<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

બોટાદ જિલ્લામાં આવતા કુલ 3 બ્રિજ પર ભારે વાહનો પસાર નહીં કરવા કલેક્ટર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ

બ્રિજનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ નવું જાહેરનામું બહાર પાડ્યા પછી ભારે વાહનની અવર જવર થશે શરૂ

બોટાદ જિલ્લામાં આવતા કુલ 3 બ્રિજ પર ભારે વાહનો પસાર નહીં કરવા કલેક્ટર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગઢડા રોડ નેશનલ હાઇવે પર ગોરડકા ગામ ખાતે, કેરી નદી પર આવેલ બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયો છે. આ પુલ બિસ્માર હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે. આ બ્રિજ બંધ કરાતા હવે વૈકલ્પિક માર્ગે, બોટાદથી ગઢડા જવા માટે તાજપર, પાટી, નિંગાળા, ઉગામેડી થઈ ગઢડા જઈ શકાશે. આજ રૂટ પર ગઢડાથી બોટાદ આવવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા કલેક્ટર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બ્રિજનું રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ નવું જાહેરનામું બહાર પાડ્યા બાદ ભારે વાહનની અવર જવર શરૂ. થશે 

આ જ રીતે અન્ય બે બ્રિજમાં, સાયલાથી પાળીયાદ આવતા નાના છેડા ગામ પાસે આવેલ ગોમા નદી પર આવેલ બ્રિજ પર ભારે વાહનોને પસાર થવા માટે કરાઈ મનાઈ. નેશનલ હાઇવે નંબર 51 ઢસા-ગઢડા રોડ પર આવેલ પાટણા ગામ ખાતે આવેલ માઇનોર બ્રિજ પર પણ તાત્કાલિક ધોરણે ભારે વાહનો પર અવર જવર કરવા મનાઈ જાહેર કરાઈ છે.

(9:24 PM IST)