તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરીનું સૌથી મોટુ રેકેટનો પર્દાફાશ કર્યો: મુંબઈ જતી ટ્રેનમાંથી 41 બાળ મજૂરો મળ્યા
બાળકોને મજુરી માટે સુરત અને મુંબઇ મોકલાતા: રેસ્ક્યુ કરેલા તમામ બાળ મજુરોને બાળ રિમાન્ડ હોમ મોકલાયા

વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરીનું સૌથી મોટુ રેકેટનો પર્દાફાશ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. મુંબઇ સેન્ટ્રલ ટ્રેનમાં રેલવે પોલીસનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. વડોદરા રેલ્વે પોલીસે બાતમીના આધારે મુંબઇ જતી ટ્રેનમાંથી 41 બાળ મજુરો મળી આવ્યાં છે. 41 માંથી 16 બાળ મજૂર સગીર વયનાં હોવાનું ખુલ્યું છે.
વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. મુંબઇ જતી ટ્રેનમાંથી 41 બાળ મજુરો મળી આવ્યા છે. 41માંથી 16 બાળ મજૂર સગીર વયના હોવાનું સામે આવ્યું છે.બાતમીના આધારે મુંબઇ સેન્ટ્રલ ટ્રેનમાં રેલવે પોલીસે તપાસ કરતા બિહાર અને મધ્યપ્રદેશના બાળકોની તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે. બાળકોને મજુરી માટે સુરત અને મુંબઇ મોકલાતા હતા. સમગ્ર મામલે રેસ્ક્યુ કરેલા તમામ બાળ મજુરોને બાળ રિમાન્ડ હોમ મોકલાયા છે. તમામ બાળકોની ઓળખના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
DySP જી.એસ.બારીયાએ જણાવ્યું હતું કે, મુંબઇ તરફ જતી બિહાર ટ્રેન છે. ટ્રેનમાંથી અમને ઇન્દોરથી ફોન આવેલો અમારા ડિસ્ટાફ અને PSIને જાણ કરેલી હતી, બાતમી મળી હતી કે બાળકોની તસ્કરી કરવામાં આવી રહી છે. અત્યારે અમે તમામ બાળકોને રેસ્કયૂ કર્યા છે. કુલ 41 બાળ મજુરો મળી આવ્યાં છે. 41 માંથી 16 બાળ મજૂર સગીર વયના છે અને તમામ બાળકો સુરત જવાનું કહે છે. અમુક બાળકો છે તે મુંબઇમાં સગાસંબંધીઓ મજૂરી કરી છે. બિહાર અને મધ્યપ્રદેશનાં બાળકોની તસ્કરી થતી હતી. બાળકોને મજુરી માટે સુરત અને મુંબઇ મોકલાતાં હતાં. હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે 16 બાળકો જે સગીર વયના છે તેને બાળ રિમાન્ડ હોમ મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
બાળ મજૂરીનું મુખ્ય કારણ આર્થિક-સામાજિક સમસ્યા છે. યુનિસેફના મત મુજબ, બાળકોને નોકરી એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તેમનું સરળતાથી શોષણ થઈ શકે છે. સામાન્ય રીતે પ્રથમ કારણ ગરીબી છે, જેના કારણે બાળકો તેમની ઉંમરના પ્રમાણમાં સખત મહેનત કરે છે. પરંતુ આ સિવાય વસ્તી વિસ્ફોટ, સસ્તી મજૂરી, ઉપલબ્ધ કાયદાઓનો અમલ ન કરવો, બાળકોને શાળાએ મોકલવામાં માતા-પિતાની અનિચ્છા પણ જવાબદાર છે. ઘણા કિસ્સામાં માતા-પિતા કે વાલીઓ તેમના બાળકોને શાળાને બદલે કામ પર મોકલવાનું પસંદ કરે છે, જેથી કુટુંબની આવકમાં વધારો થઈ શકે.
જો તમને આ કાયદાનું કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું હોય, તો તમે પોલીસ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તેની જાણ કરી શકો છો. તમે બાળકોના અધિકારો પર કામ કરતી સામાજિક સંસ્થાઓના ધ્યાન પર પણ લાવી શકો છો. તેમજ પોલીસ અધિકારીઓ અથવા બાળ મજૂર નિરીક્ષકોને પણ ફરિયાદ કરી શકો છે. તેમજ ચાઈલ્ડ લેબર હેલ્પલાઇન નંબર ૧૫૫૩૭૨ ઉપર સંપર્ક કરી શકાય.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
