<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કેબિનેટ બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદે મુખ્યમંત્રીએ અધિકારીઓની કાઢી ઝાટકણી: કડક પગલાં લેવા સૂચના

મુખ્યમંત્રીએ ઘટનાઓની પૃષ્ઠભૂમિ જાણીને જણાવ્યું કે, આ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવશે.

અમદાવાદ : ગુજરાતના આણંદ અને વડોદરાને જોડવાની સાથે સાથે સૌરાષ્ટ્ર જવા માટેનો ઉપયોગી ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તુટી પડ્યો. આ ઘટનાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે આજે કેબિનેટ બેઠક દરમિયાન જાહેરાત કરતાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો છે. મુખ્યમંત્રીએ ઘટનાઓની પૃષ્ઠભૂમિ જાણીને જણાવ્યું કે, આ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવશે.

(10:49 PM IST)