<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ભાજપના નેતા પર ફાયરીંગ :રણજીતનગર ગામના ચોરા પાસે બેઠેલા તાલુકા કિશાન મોરચાના પ્રમુખ પર અજાણ્યા શખ્શોએ ગોળીબાર કર્યો

ઘોઘંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ રણજીતનગર ગામના ઉપસરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ

પંચમહાલ જિલ્લામાં ભાજપના નેતા પર ફાયરિંગ થયું છે, ઘોઘંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ રણજીતનગર ગામના ઉપસરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ થયું છે  

 આ અંગે જાણવા મળતી વિગત મુજબ  રણજીતનગર ગામના ઉપસરપંચ મિત્તલ પટેલગામના ચોરા પાસે બેઠા હતા ત્યારે અજાણ્યા શખ્શોએ ગોળીબાર કર્યો હતો, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે

(12:09 AM IST)