<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

રાજ્‍યમાં મોનસૂન બ્રેક, એક સપ્‍તાહ ભારે વરસાદની કોઈ શક્‍યતા નથી, ૨૩મી બાદ ફરી મેઘરાજા મહાલશે!

ભેજનું પ્રમાણ ઓછુ થવાના લીધે ફરી ગરમી, બફારાનો અનુભવ થશેઃ હવામાન ખાતુ

અમદાવાદઃ હાલ દેશમાં વરસાદ લાવતી ૨ સિસ્‍ટમ્‍સ સક્રિય છે.  વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. જ્‍યારે  રાજસ્‍થાન પર સર્જાયેલી સિસ્‍ટમ્‍સ વોલમાર્ક લો પ્રેશર એરિયા બની ગઇ છે. બે સિસ્‍ટમ્‍સ  મજબૂત બની ગઇ છે. જો કે આ બે સિસ્‍ટમ્‍સ મજબૂત હોવા છતાં પણ ગુજરાતમાં હાલ મોનસૂન પર બ્રેક લાગી છે. આ મજબૂત સિસ્‍ટમ્‍સ ગુજરાતમાં નહિ પરંતુ ઉત્તર ભાર અને મધ્‍ય ભારતમાં વરસાદ લાવશે. આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે.

ઉલ્લેખનિય છે કે, ગત વરસાદના રાઉન્‍ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના   ભાવનગર, કચ્‍છ, બોટાદ અમરેલીમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં  સારો વરસાદ વરસ્‍યો છે.  જો કે હવે ગુજરાતમાં વરસાદ લાવતી કોઇ સિસ્‍ટમ્‍સ રાજ્‍ય પર ન હોવાથી  વરસાદ પર બ્રેક લાગી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ  ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્‍ડ ૨૩ જુલાઇ બાદ શરૂ થશે. એક સપ્તાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ૨૩ જુલાઇ બાદ સૌરાષ્‍ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત, સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આવનારા ૧૦ દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહિવત છે.  મોન્‍સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધતા  રાજયમાં એક સપ્તાહ વરસાદની શકયતા નહિવત છે.  એક દિવસમાં ગરમીનો પારો ૨.૭ ડિગ્રી વધીને ૩૬ ડિગ્રી પર પહોંચ્‍યો છે હજુ પણ ગરમી વધવાની શકયતા છે. 

હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્‍ટ્ર મધ્‍ય ગુજરાત, ઉત્તર ગુજરાત કચ્‍ચમાં ગરમીનો પારો ૨થી૩ ડિગ્રી વધી તેવી શકયતા વ્‍યક્‍ત કરી છે.

(4:11 PM IST)