News of Thursday, 17th July 2025
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બાદ સુરત જિલ્લામાં તંત્ર હરકતમાં : ત્રણ બ્રિજને ભારે વાહનો માટે કરાયા બંધ
સુરત જિલ્લામાં 99 જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ

સુરત :ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બાદ સુરત જિલ્લામાં તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરત જિલ્લામાં 99 જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવી છે. ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયા છે. ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપરના મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઈજનેર એ.જી. વસાવા એ કર્યું હતું વર્ષ 2004માં નિર્માણ પામેલ માસમા ખાડી બ્રિજનું વોટર સ્પાઉટ, ક્રેસ બેરિયર અને એપ્રોચના એમ્બેકમેન્ટનું અવલોકન કરાયું છે. બ્રિજના સબ સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરાયું છે
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
