<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

પંચમહાલના ઘોઘંબાના રણજીત નગરમાં ફાયરિંગના આરોપીઓને ઝડપવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી: તપાસ વધુ વેગવાન

રણજીત નગર ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘંબા તાલુકા ભાજપા કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ ઉપર બાઈક સવાર બે અજાણ્યા શખ્શોએ કર્યું હતું ફાયરિંગ

પંચમહાલના ઘોઘંબાના રણજીત નગરમાં ફાયરિંગની ઘટનાને લઈને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ વધુ વેગવાન કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફાયરીંગ કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એફ એસ એલ અને ગામમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજની મદદ લઈ અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી છે.  

   આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ રણજીત નગર ખાતે આવેલા મિત્તલ પટેલના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજગઢ પોલીસ મથકે સમગ્ર મામલે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. રણજીત નગર ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘંબા તાલુકા ભાજપા કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ ઉપર બાઈક સવાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું, બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ દેશી તમંચાથી મિત્તલ પટેલ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.

 

(6:53 PM IST)