તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
પાવાગઢના જૈન તીર્થ સ્થાનો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાના મામલે જાહેરહીતની રિટ હાઈકોર્ટે ફગાવી
તીર્થસ્થાનની રક્ષા કરવા સંબધિત દાદ માંગતી જાહેર હિતની અરજી કોર્ટે ફગાવી: સમગ્ર જાહેરહિતની અરજી ખોટા ઇરાદા સાથે થઈ હોવાનું હાઇકોર્ટનો મત: કોર્ટે અરજીનો કર્યો નિકાલ

પાવાગઢના જૈન તીર્થ સ્થાનો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાનો મામલે કરાયલ જાહેરહીતની રિટ હાઈકોર્ટે ફગાવી દીધી છે. તીર્થસ્થાનની રક્ષા કરવા સંબધિત દાદ માંગતી જાહેર હિતની અરજી કોર્ટે ફગાવી છે. 2000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું સ્થાન હાલ જોખમમાં હોવાનો અરજદારે અરજીમાં દાવો કર્યો હતો. તીર્થસ્થાનોની ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ મહત્વ હોવાનો પણ અરજદાનો દાવો કર્યો હતો.
તોડી પાડેલી મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ સાથે થઈ હતી અરજી. 16.06.2024 ન રોજ થયેલી ઘટના સંદર્ભે થયેલી અરજી પર હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. સમગ્ર જાહેરહિતની અરજી ખોટા ઇરાદા સાથે થઈ હોવાનો હાઇકોર્ટનો મત હતો . કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
