<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ગોધરામાં એસટી બસ પર હુમલો થતા મુસાફરોમાં ફેલાયો ભયનો માહોલ

માથાભારે લોકોએ કરી બસમાં તોડફોડઃસમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પંચમહાલ,તા.૧૭

પંચમહાલના ગોધરામાં અસામાજીક તત્વો દ્વારા એસટી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. એસટી બસ પર હુમલો કરનારા હુમલાખોરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એસટી બસ પર હુમલો થતા બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાવ સામાન્ય બાબતે માથાભારે લોકોએ બસમાં તોડફોડ મચાવી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસટી ચાલકે બાઈક ચાલકને બાઈક સાઈડમાં લેવાનું કહેતા બાઈક ચાલક ઉશ્કેરાયો હતો. ત્યારબાદ બાઈક ચાલક અને તેના સાથીદારોએ ભેગા મળીને એસટી બસમાં તોડફોડ કરીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ દ્વારા હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આવા અસામાજીક તત્વોની ખુલ્લેઆમ થતી દાદાગીરીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાઇક ચાલકને બાઈક સાઇડમાં ખસેડવાનું કહેતા એસટી બસ પર હથિયારધારી લોકો આવી પહોંચ્યા અને સામાન્ય નાગરીકોના જીવ જોખમમાં મૂક્યા હતા. પોલીસ દ્વારા કાર્યવાહી કરીને આવા માથાભારે શખ્સોને વહેલી તકે જેલ હવાલે કરે તેવી આશા લોકોમાં વ્યાપી છે. અસામાજીક તત્વોની મનમાની અને દાદાગીરીના કિસ્સા વધતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

 

(10:19 PM IST)