તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
ગુજરાતમાં ભાજપના ૧૮ર પ્રશિક્ષણ વર્ગો

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાતમાં ભાજપ દ્વારા તા. ૧ થી ૩૧ ઓગષ્ટ વચ્ચે દરેક વિધાનસભા મતક્ષેત્રમાં શકિત કેન્દ્ર સંયોજકોના અભ્યાસ (પ્રશિક્ષણ) વર્ષ યોજાનાર છે. પ્રશિક્ષણ વર્ગમાં વકતા તરીકે પસંદ થયેલ અગ્રણીઓની બેઠક તા. ર૧ જૂલાઇ સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગરમાં મળનાર છે. પ્રશિક્ષણ વર્ગ દ્વારા ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવી સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માંગે છે.
ગુજરાતમાં ૧૮ર વિધાનસભા વિસ્તારો છે. દરેક વિસ્તારમાં એક-એક પ્રશિક્ષણ વર્ગ યોજાશે. દરેક વર્ગમાં ૪૦ થી ૬૦ શકિત કેન્દ્ર સંયોજકો ભાગ લેશે. શકિત કેન્દ્રોના પ્રશિક્ષણ વર્ગમાં કયાં વિષયો કંઇ રીતે રજૂ કરવા તેનું માર્ગદર્શન આપવા પ્રશિક્ષણ વર્ગના શિક્ષકોની બેઠક સોમવારે મળનાર છે. ચોમાસામાં સામાન્ય રીતે મોટા જાહેર કાર્યક્રમો ઓછા થતા હોય છે. તેથી ભાજપ આ સમયગાળામાં સંગઠનલક્ષી પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપે છે. ચૂંટણી જીતવામાં શકિત કેન્દ્રોની વ્યવસ્થા ઉપયોગી થાય છે. આવતા ૬ મહિનામાં તાલુકા - જિલ્લા પંચાયતો અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે. ત્યારે પ્રશિક્ષણ વર્ગોના આયોજનને રાજકીય રીતે વધુ મહત્વનું માનવામાં આવે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
