News of Friday, 18th July 2025
દિકરી વ્હાલનો દરિયો...

દિકરી છે કાળજા કેરો કટકો
પિતાના અરમાન નો સિતારો
લાલન પાલન સંસ્કાર સિંચી
જિવન જીવવાની શિક્ષા દીધી
પુક્ત વયે દ્રવિત હૈયે સહર્ષ
દીધું કન્યાદાન બની જનક
સુખી હો પતિ સંગે સહ પરિવાર
ના રાખવો દિકરી પર અધિકાર
જોહુકમી ના કરવી તેના સસુરાલ
શુભ પ્રસંગે સ્વાગત કરો તોહથી
તેને દાન દેવુ પ્રેમ ને સન્માનથી
ના લેણું કરવું પુત્રીના પરિવારથી
ના રાખો આધિપત્ય ગુમાનથી
ઇજ્જત હો જમાઇની સન્માનથી
દિકરી સુખી રહે ભાવના કરવી
વિદાય દીધી છે કન્યાદાન દઇ
ઘરના દરવાજા ખુલ્લા છે બતાવી દો
દિકરીના પરિવારને સન્માન દો
દિકરી છે પિતાના વ્હાલનો દરિયો
‘મન'ની બે લાડકી દિકરીને અર્પણ
મનહરભાઈ વ્યાસ ‘મન'
(ગાંધીનગર હાલ કેનેડા)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
